Sahifa-e-Karbala 2



Download pdf file and you can read pdf file using Adobe reader . if you don’t have adobe reader then you can download from here. Download PDF Adobe Reader


પ્રસ્તાવના

હઝરત આદમ(અલ.)ની સંતાન સદીઓ સુધી પરીક્ષાની ચાળણીમાં ચળાઇ અને સારા અને ખરાબ કામો કર્યા. એટલે સુધી કે ઘણું જ ગમનાક દશ્ય કરબલામાં જોવા મળ્યું. આ મંઝર ઇન્સાનના છેલ્લા શ્વાસ સુધી જમીન ૫ર યાદગાર બનીને બાકી રહેશે. એમ લાગે છે કે અલ્લાહતઆલાએ કાએનાતને આશુરાની ઝોહરના કિસ્સાને જોવા માટે પેદા કરી છે.

વિશ્વના સર્જનની ફીલોસોફી, ઇન્સાનનો બધો જ ઇતિહાસ કરબલામાં સમેટાઈ ગયો અને આશુરની ઝોહરના તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયો. દુનિયાએ કરબલામાં ઇન્સાન અને શૈતાનનો જે મુકાબલો જોયો શું તેનાથી બેહતર જોઇ શકાય છે ? જા‎‎ણે કે સમગ્ર ઇતિહાસમાં ઇન્સાન અને શૈતાન છૂપાઇને લડી રહ્યા હતા પણ કરબલામાં તલવારો જાહેરમાં આવી ગઇ. લાગે છે કે પુરો ઇતિહાસ કરબલાની પ્રસ્તાવના હતી.

ઈમામ હુસૈન(અલ.) તારીખના તમામ ઇન્સાનોના પ્રતિનિધિ છે અને યઝીદ ઈન્સાની શકલમાં પોતાની મોટી ગેંગ સાથે સૌથી મોટો શયતાન છે. શૈતાન અને ઇન્સાન ફક્ત અડધો દિવસ જ લડ્યા. આ જંગમાં ઇન્સાન લોહીલુહાણ થઇ ગયો તો પણ શૈતાન જીતી ન શક્યો. ઈમામ હુસૈન(અલ.) વિજેતા બન્યા. એટલા જ માટે શૈતાન આજે પણ ચીસો પાડીને રડી રહ્યો છે. જાહેરમાં ઈમામ હુસૈન(અલ.) અને તેમના અસ્હાબનું બેગુનાહ લોહી કરબલાની જમીન પર વહી ગયું પરંતુ હકીકતમાં તે લોહી દુનિયાના મઝલુમ ઈન્સાનોની નસે નસમાં ફેલાઈ ગયું જે આજે પણ યઝીદ જેવા શૈતાનોની સામે મુકાબલો કરવા માટે મઝલુમોની તાકાત બની ગયું છે.

શેતાનને ઘણો ઊંડો ઘા લાગ્યો. આ ઝખ્મ ખાધા પછી હંમેશા માટે તે ઇતિહાસમાં રૂસ્વા અને ઝલીલ થઇ ગયો. પરીણામે લોકોના દીલોમાંથી શૈતાનનો ડર નીકળી ગયો. જો ઈમામ હુસૈન(અલ.) જેવી હસ્તી કતલ થાય તો પછી હું શા માટે કતલ થવાથી ડરૂં! લોકોને આ વાતનું યકીન થઈ ગયું કે ગમે તેવા મોટા શયતાનનો મુકાબલો કરી શકાય છે, તેની સામે લડી શકાય છે અને તે પણ કફ્ત ૭ર સાથીઓની મદદથી અને ભવિષ્યમાં ૩૧૩ સાથીઓની મદદથી ! ઈમામ હુસૈન(અલ.) માત્ર આ જ સંદેશ આપવા માંગે છે કે આખો ઇતિહાસ આશુરાની પ્રસ્તાવના છે અને આશુરા આવતા ઇતિહાસ માટે પ્રસ્તાવના છે.

આશુરાનો બનાવ

ઇમામ હુસૈન(અલ.)નું જીવન અને આપનો ઈન્કિલાબ એક તાલીમી વિચારધારા અને બૌદ્ઘિક વ્યવસ્થા છે. માનવ સમાજના ગૌરવ અને સન્માનના ૫રચમને બાકી રાખવા માટે એક રક્ષણાત્મક કિલ્લો છે.

હઝરત અબા અબ્દિલ્લાહ(અલ.) સ્વતંત્રતા, નિખાલસતા, તૌહિદ(એકશ્વરવાદ), અખ્લાક અને બહાદુરીનું પ્રતિક છે અને એક શબ્દમાં કહીએ તો ઈમામ હુસૈન(અલ.)ની હસ્તી જ બધી ભલાઇઓ છે.

આશુરાનો કિસ્સો એક ક્રાંતિ, પરિવર્તન અને ચળવળ છે. એવી ચળવળ છે જેનો  એક બુલંદ ઘ્યેય છે અને ભૂતકાળ તથા ભવિષ્ય તેના પર આધારિત છે. એટલા જ માટે અલ્લાહ તઆલાએ બધા જ અંબિયાને હુકમ આપ્યો છે કે આશુરાના બનાવ અને ઇમામ હુસૈન(અલ.)ની ચળવળને લોકો સામે બયાન કરે. અલ્લાહ તઆલાએ ઇમામ હુસૈન(અલ.)ના ઇન્કિલાબ વિશે જીબ્રઇલ(અલ.) દ્વારા હઝરત આદમ(અલ.), હઝરત નૂહ(અલ.), હઝરત ઈબ્રાહીમ(અલ.) અને બધા જ અંબિયા(અલ.)ને જાણકારી આપી છે અને અંબિયા(અલ.)એ પણ ઇમામ હુસૈન(અલ.)ની યાદને પોતાના દિલોમાં ઊતારી દીધી અને બતાવ્યું કે ઇમામ હુસૈન(અલ.)નો ઝિક્ર તમામ આસમાની મઝહબોમાં છે.

માટે આશુરા તે મહત્વપૂર્ણ અને હયાતબખ્શ ઝરણુ છે કે જેનાથી બધા ઈન્સાનોએ લાભ ઉઠાવ્યો છે. એટલે સુધી કે રસુલે અકરમ(અલ.)એ પણ ઈમામ હુસૈન(અલ.)ની વિલાદતના દિવસથી જ આપના આ અઝીમ અને ઈલાહી મકસદ વિશે સ્પષ્ટ રીતે બયાન કર્યું હતું. આ જ કારણ હતું કે આપ(સલ.) ઇમામ હુસૈન(અલ.)ની વિલાદતના દિવસે રડ્યા અને જ્યારે તેમને રડવાનું કારણ પૂછવામાં આવ્યું તો આપે ઇમામ હુસૈન(અલ.)ની શહાદત વિશે તેમની વિલાદતના પહેલા દિવસે જ બયાન ફરમાવ્યું.

અમીરૂલ મુઅમેનીન(અલ.) પણ જંગે સિફ્ફીનના સમયે એક વખત સ્વપ્નામાં કરબલાના બનાવને જોયો અને રડવા લાગ્યા. સહાબીઓએ સવાલ કર્યો : મૌલા, તમે શા માટે રડો છો ? ફરમાવ્યું: મેં સ્વપ્નામાં જોયું કે મારો હુસૈન ખૂનના દરિયામાં તરફડી રહ્યો છે. ઇમામ ઝમાના(અલ.)નો નારો પણ ‘યા લસારાતિલ હુસૈન’ છે અને સૌથી પહેલી અવાજ જે ઇમામે ઝમાના(અલ.) આખા વિશ્વમાં પહોંચાડશે તે કરબલાના મકસદને જીવંત કરવો અને ઇમામ હુસૈન(અલ.)ના ઇન્કિલાબની હકીકતને બયાન કરવી છે.

આપણે પણ દરેક જુમ્આની સવારે રડતા રડતા અને આ વાક્ય ક્નاَیْنَ الطَّالِبُ بَدَمِ الْمَقْتُولِ بِکَرْبَلاَ। કહેતા કહેતા ઇમામ હુસૈન(અલ.)ના ખૂનનો બદલો લેનાર અને આપના બાવફા સાથીઓનો ઇન્તેઝાર કરી રહ્યા છીએ. જેથી અલ્લાહતઆલાનો આપેલો વાયદો પુરો થાય. જેમકે કુરઆને કરીમમાં ફરમાવે છે :

وَلَقَدْ كَتَبْنَا فِي الزَّبُورِ مِنْ بَعْدِ الذِّكْرِ أَنَّ الْأَرْضَ يرِثُهَا عِبَادِي لصَّالِحُونَ

અમે ઝબૂરમાં તૌરેત પછી લખ્યું છે કે જમીનના (હુકૂમતના) વારસદારો અમારા નેક અને લાયક બંદાઓ બનશે.

(સૂ. અંબિયા-૧૦૫)

વ્હાલા વાંચકો ! સહીફએ કરબલાનો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરતા ખુશી અનુભવીએ છીએ. આ કિતાબમાં કરબલાનો પુરો ઇતિહાસ ભરોસાપાત્ર સંદર્ભોથી વર્ણન કરવામાં આવ્યો છે. મૂળ કિતાબ ફારસી ભાષામાં છે. તેના લેખક ઇરાની આલીમે દીન હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લેમીન અલી નઝરી મુન્ફરિદ સાહેબ છે. આ કિતાબનો અનુવાદ ઉર્દુમાં પણ થયો છે. ફારસી અને ઉર્દુમાં આ કિતાબ એક જ ભાગમાં છપાઇ છે. પરંતુ ગુજરાતી અનુવાદમાં ૯૦૦ થી વધારે પેજ થઇ ગયા અને કિતાબનું વોલ્યુમ મોટું થઇ જવાના કારણે અમે તેને બે ભાગમાં વહેંચી છે. બંને ભાગમાં થઇને કુલ પપ પ્રકરણ છે. પહેલા ભાગમાં ૧ થી ૧૬ પ્રકરણ છે જેમાં પહેલું પ્રકરણ પ્રકાશકના બે બોલથી શરૂ થાય છે અને ૧૬મું પ્રકરણ બની હાશીમના શહીદો પર કિતાબનો પહેલો ભાગ પૂરો થાય છે. એવી જ રીતે સહીફએ કરબલા ભાગ રમાં ૧૭ થી પપ પ્રકરણ છે જેમાં ૧૭મું પ્રકરણ ઇમામ હુસૈન (અલ.)ની ફરિયાદથી શરૂ થાય છે અને પ્રકરણ પપમાં જનાબે મુખ્તારની કબ્રની ચર્ચા પર આ કિતાબનો બીજો ભાગ પૂર્ણ થાય છે.

આશા રાખીએ છીએ કે અલ્લાહતઆલા આ નાની ઈબાદતને તેની બારગાહમાં કબૂલ ફરમાવે અને તમો પણ આપના જરૂરી અને લાભદાયક અભિપ્રાયથી અમને જરૂર મદદરૂપ બનશો. અંતમાં ઇસ્લામના તમામ શહીદો, ખાસ કરીને કરબલાના શહીદો, આ કિતાબને છપાવવામાં મદદરૂપ બનેલા મોમીનો અને અમારા વાલિદે બુઝુર્ગવાર મરહુમ ઇબ્રાહીમ બી. પટેલને તમારી વિશેષ દુઆઓમાં જરૂર યાદ રાખશો.

નાચીજ

મૌલાના શબ્બીરઅહમદ આઇ. પટેલ

પ્રકરણ : ૧૭

પ્રકરણ : ૧૮

પ્રકરણ : ૧૯

પ્રકરણ : ૨૦

પ્રકરણ : ૨૧

પ્રકરણ : ૨૨

પ્રકરણ : ૨૩

પ્રકરણ : ૨૪

પ્રકરણ : ૨૫

પ્રકરણ : ૨૬

પ્રકરણ : ૨૭

પ્રકરણ : ૨૮

પ્રકરણ : ૨૯

પ્રકરણ : ૩૦

પ્રકરણ : ૩૧

પ્રકરણ : ૩૨

પ્રકરણ : ૩૩

પ્રકરણ : ૩૪

પ્રકરણ : ૩૫

પ્રકરણ : ૩૬

પ્રકરણ : ૩૭

પ્રકરણ : ૩૮

પ્રકરણ : ૩૯

પ્રકરણ : ૪૦

પ્રકરણ : ૪૧

પ્રકરણ : ૪૨

પ્રકરણ : ૪૩

પ્રકરણ : ૪૪

પ્રકરણ : ૪૫

પ્રકરણ : ૪૬

પ્રકરણ : ૪૭

પ્રકરણ : ૪૮

પ્રકરણ : ૪૯

પ્રકરણ : ૫૦

પ્રકરણ : ૫૧

પ્રકરણ : ૫૨

પ્રકરણ : ૫૩

પ્રકરણ : ૫૪

પ્રકરણ : ૫૫