અા સવાલના જવાબ માટે અમુક બાબતો જાણવી જરુરી છે:
૧- દરેક નબીના ઉત્તરાધિકારી હતા અને અા બાબત ઘણીજ સ્પષ્ટ અને જરુરી છે. જેવી રીતે દરેક સ્કુલ,ક્લાસ, ઘર,અોફીસ,હુકુમત વગેરે જગ્યાઅે પ્રમુખની ગેરહાજરીમાં તેના નાયબની જરુર છે નહી તો અરાજક્તા અાવી જશે.
ર- કેવી રીતે અાપણે યકીન કરીઅે કે રસુલુલ્લાહ પોતાના જીવનમાં અને મૃત્યુ પછી પોતાના નાયબ અને ઉત્તરાધિકારીની ચિંતામાં ન હોય. રસુલઅકરમ પોતાની કિતાબ કુરઅાનમાં અાપણને શીખવાડી ગયા છે કે હઝરત મુસા માત્ર ચાલીસ દિવસ પોતાની કાૈમ બની ઇસ્રાઇલથી જુદા થયા અને મીકાત પર ગયા જ્યારે કે તેમના વસી અને ઉત્તરાધિકારી હઝરત હારુન તેમની કાૈમ બની ઇસ્રાઇલ દરમિયાન હતા જ્યારે મીકાતથી પાછા ફર્યા અર્ાયચકિત થઇ ગયા કે કાૈમાના ઘણા બધા લોકો સામરીની વાતોમાં અાવી ગયા અને વાછરડાની ઇબાદત કરવા લાગ્યા, મુશરીક બની ગયા.
૩- રસુલુલ્લાહ સારી રીતે જાણતા હતા કે ઇસ્લામના મદીનાની અંદર અને બહારથી કેટલા દુશ્મન છે.જ્યારે કે દરેક નબીના ઉત્તરાધિકારી હતા.દરેક નબી પોતાના જીવનમાં પોતાના ઉત્તરાધિકારી ની કરીને ગયા હતા. શુ અાપણ નબી જે માજી અને ભવિષ્યનું જ્ઞાન ધરાવે છે અલ્લાહના દીનની ચિંતામાં ન હોય બેશક રસુલુલ્લાહ ચિંતામાં હતા કે જ્યાં સુધી દુનિયા બાકી છે અાપાના ઉત્તરાધિકારી અેક પછી અેક અાવતા જશે અને અલ્લાહના અહકામને લોકોને બયાન કરશે. અાજે દીનના મુહાફિઝ રસુલુલ્લાહના ઉત્તરાધિકારી ઇમામ મહદી છે. શીયાઅો રસુલુલ્લાહ તરફથી ની થઅેલા રસુલુલ્લાહના ખલીફા ૧ર ઇમામોને માને છે જે અલ્લાહતઅાલા તરફથી ની થયા છે. અેહલે સુન્નતના ચાર ફીરકાઅો હનફી, શાફઇ, માલીકી, હંબલી ચાર ઇમામોની પૈરવી કરે છે. અેહલે સુન્નતના અા ચાર ઇમામો કમસે કમ રસુલુલ્લાહની વફાત પછી ૧૦૦ ર્વષ પછી દુનિયામાં અાવ્યા. જનાબે અબુ હનીફા ૧પ૦ હીજરીમાં, જનાબે માલીક ૧૭૯ હીજરીમાં, જનાબે શાફિઇ ર૦૪ હીજરીમાં અને જનાબે અહમદ બિન હંબલ ર૪૧ હીજરીમાં વફાત પામ્યા. પરંતુ શીયાઅો પોતાનો મઝહ હઝરત અલી હઝરત ફાતેમા હઝરત હસન અને હઝરત હુસૈનથી લીધો છે કે જેઅો રસુલુલ્લાહની અાગોશમાં મોટા થયા છે. હવે રસુલુલ્લાની નમાઝ અા ચાર હસ્તીઅોથી લઇઅે તે હક અને સાચુ છે અથવા તે અેહલે સુન્નતના ઇમામોથી જેઅો રસુલુલ્લાહની વફાત બાદ ૧પ૦ ર્વષ પછી અાવ્યા છે પરંતુ નમાઝની શક્લમાં ઇેલાફ વિશે અા કહેવું જરુરી છે કે હાથ બાંધીને નમાઝ પઢવાની શરુઅાત હઝરત ઉમરના ઝમાનામાં શરુ થઇ. કીસ્સો અા પ્રમાણે છે કે અમુક ઇરાની કૈદીઅોને હઝરત ઉમર પાસે લાવવામાં અાવ્યા અને અા લોકો હઝરત ઉમરની સામે હાથ પોતાના પેટ પર બાંધીને ઊભા હતા, હઝરત ઉમરે પુછ્યું કે અા કેવી ઊભા રહેવાની રીત છે તે લોકોઅે જવાબ અાપ્યો કે અમે લોકો અેહતેરામ અને માન માટે સરદારો અને મોટા માણસોની સામે અા રીતે હાથ બાંધીને ઊભા રહીઅે છીઅે. હઝરત ઉમરને અા રીત પસંદ અાવી તેમણે હુકમ અાપ્યો કે હવે પછી લોકો હાથ બાંધીને નમાઝ પઢે. ત્યારથી નમાઝ હાથ બાંધીને પઢવાની શરુ થઇ.
કેમ શીયાઅો ખુલ્લા હાથ રાખીને નમાઝ પઢે છે ?
જમણો હાથ દાબા હાથ પર રાખીને (હાથ બાંધીને) નમાઝ પઢવી અેહલે સુન્નતના ચાર મઝહબોમાંથી ત્રણ મઝહબ (મુસ્તહબ) સુન્નત માને છે.
હનફીઅો કહે છે: નમાઝમાં અેક હાથ બીજા હાથ પર રાખવો સુન્નત છે વાજીબ નથી, અેક પુરુષ માટે સારુ છે કે જમણા હાથની હથેળીને દાબા હાથના પાછળના ભાગ પર દૂંટી નીચે રાખે અને સ્ત્રીઅો પોતાના હાથોને સીના પર રાખે.
શાફઇઅો કહે છે: અેક હાથને બીજા હાથ પર રાખવો નમાઝમાં સ્ત્રી અને પુરુષ માટે સુન્નત છે અને બહેતર છે કે જમણા હાથની હથેળીને દાબા હાથના પાછળના ભાગ પર છાતી નીચે અને દૂંટીની ઉપર રાખે.
હંબલીઅો કહે છે: હાથને અેકબીજા પર રાખવા સુન્નત છે અને સારુ છે કે જમણા હાથની હથેળીને દાબા હાથના પાછળના ભાગ પર દૂંટી નીચે રાખવામાં અાવે.
માલીકીઅો ઉપરોક્ત ત્રણ મઝહબથી વિરુધ કહે છે: વાજીબ નમાઝોમાં હાથને છુટા રાખવા ન બાંધવા મુસ્તહબ છે. માલીકીઅોથી પહેલા પણ અેક જૂથ અા જ વાત કહી છે જે અા લોકો છે: અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર, સઇદ બીન મુસય્યબ, સઇદ બીન ઝુબૈર, અતા, ઇબ્ને જરીહ, નખઇ, હસન બસરી, ઇબ્ને સીરીન વગેરે..
શીયા ઇમામીય્યા કહે છે: હાથપર હાથ મુકીને હાથ બાંધીને નમાઝ પઢવી હરામ છે અને નમાઝને બાતીલ કરે છે.
રસુલ અકરમની નમાઝ
અેહલે સુન્નતના ચાર મઝહબોમાંથી ત્રણ મઝહબ હાથ બાંધીને નમાઝ પઢે છે અને ચોથો મઝહબ માલીકીઅો હાથ ખુલ્લા રાખીને નમાઝ પઢે છે. જે લોકો હાથ બાંધીને નમાઝ પઢે છે તેમની પાસે કોઇ મજબૂત દલીલ નથી અેટલે સુધી કે હાથ બાંધવા જાઅેઝ હોવા પર પણ કોઇ દલીલ નથી મુસ્તહબ તો દૂરની વાત છે.બલકે તેનાથી ઉલ્ટું શીયા અને સુન્નીમાં અેવી રીવાયતો છે કે જે રસુલ અકરમ કેવી રીતે નમાઝ પઢતા હતા તે બયાન કરે છે જેમાં રસુલ અકરમ હાથ બાંધીને નમાઝ પઢતા હતા અેવું સદંતર વર્ણન નથી કયુ અને અા વસ્તું અશક્ય છે કે નમાઝમાં હાથ બાંધવા સુન્નત હોય અને રસુલુલ્લાહ હાથ ન બાંધે અને સુન્નતને છોડી દે.
હદીસે અબુ હુમૈદ સાઇદી: અમુક સુન્ની મુહદ્દીસો અા રિવાયતને બયાન કરે છે અમે અા હદીસને કિતાબ સુનને બયહકીથી વર્ણન કરીઅે છીઅેસુનને બયહકી, ભાગ ર, પેજ-૭ર,૭૩,૧૦૧,૧૦ર સુનને અબી દાઉદ, ભાગ ૧,પેજ-૧૯૪, બાબે ઇફતેતાહુસ્સલાત, હદીસ ૭૩૦,૭૩૬ વગેરે.. અા સહાબી રસુલુલ્લાહના અસ્હાબને કહે છે: હું તમારાથી વધારે સારી રીતે રસુલુલ્લાહની નમાઝ વિશે જાણુ છું. સહાબાઅે કહ્યું કેવી રીતે અા સહાબી જવાબ અાપે છે હું તમારાથી વધારે રસુલુલ્લાહની ઇતાઅત કરતો હતો અને તમારાથી વધારે રસુલુલ્લાહની સાથે રહ્યો છું. અસ્હાબ કહે છે કે તો પછી અમે રસુલ્લાહની નમાઝ વિશે બયાન કર. અબુ હુમૈદ રસુલુલ્લાહ કેવી રીતે નમાઝ પઢતા હતા તકબીરતુલ ઇહરામથી લઇને સલામ સુધી રસુલુલ્લાહની સંપૂર્ણ નમાઝ બયાન કરે છે તેમાં ક્યાંય નમાઝમાં હાથ બાંધવા વિશે બયાન નથી કયુ. જાે રસુલુલ્લાહ નમાઝમાં હાથ બાંધતા હતા અને અબુ હુમૈદ બયાન નથી કરતા તો બીજા સહાબી જરુર કહેત કે રસુલુલ્લાહ હાથ બાંધીને નમાઝ પઢતા તમે કેમ બયાન નથી કરતા પણ કોઇ પણ સહાબીઅે વિરોધ નથી કર્યો. અેનો મતલબ અેવો કે રસુલુલ્લાહ હાથ ખુલ્લા રાખીને નમાજ પઢતા હતા.